Tuesday 12 April 2011

ગુજરાતનો ગ્રામ્ય વિકાસ : ઘર વેચીને ઓસરી મેળવવા જેવો ઘાટ

ગુજરાતનો ગ્રામ્ય વિકાસ : ઘર વેચીને ઓસરી મેળવવા જેવો ઘાટ...
અન્ના હજારેજીએ જો ગુજરાત ના ગ્રામ્ય ક્ષેત્રનો પ્રવાસ કરીને કહ્યું હોત તો વ્યાજબી ગણાત...
આલેખન : દેવશી મોઢવાડિયા
ગુજરાત એટલે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી. ગાંધીજી વારંવાર કહેતા હતા કે દેશનો વિકાસ કરવો હશે તો ગામડાઓને સૌપ્રથમ સમૃદ્ધ કરવા પડશે. પરંતુ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં વિકાસ કરવો તો દૂરની વાત.. ગામડાઓ ભાંગી પડે તેવો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની ગ્રામ્ય પ્રજા સાથે વ્યવહાર થયો છે ત્યારે તેવા સમયે દેશના જાણીતા સર્વોદય કાર્યકર્તા માનનીય અન્ના હજારેજી કહે કે દેશના અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનોયે ગુજરાત ના મુખ્યપ્રધાન પાસેથી પ્રેરણા લેવી જોઈએ કારણ કે ગુજરાતમાં ગ્રામ્ય વિકાશના ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. આવા સમયે હસવું કે રડવું તે નક્કી નથી કરી સકાય તેમ. હસવું એટલા માટે આવે છે કે ગુજરાત ના ગ્રામ વિકાસ ના ભ્રામક આકડાઓની માયાજાળ રસીને ગુજરાતના મુખ્યપ્રધાને આવી હવા ઉભી કરી છે કે બહારના લોકોને તો અમ લાગે કે ગુજરાતનો ગ્રામ્ય્વીકાશ તો ઇસરાયેલની જેમ થયો છે પરંતુ સ્થિતિ દુરથી દુગરો રણીયામાંણા જેવી છે એટલે અન્ના હજારે પણ ભ્રામક પ્રચારનો ભોગ બનીને આવી વાત કરી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને એટલેજ હસવું આવી રહ્યું છે. રડવું એટલા માટે આવે છે કે અન્ના હજારેજી જેવા કર્મશીલ જયારે આવી વાત કરીને મોદીને પ્રમાણપત્ર આપવા લાગે ત્યારે આ માણસ જે ગરીબ કે ગ્રામ્ય પ્રજાનું ભલું કરવાને બદલે માત્ર માનીતા ઉદ્યોગપતિઓનું ભલું કરવા માટે સતત કાર્યરત છે તેને વધારે પ્રોત્સાહન મળવાથી તે ગ્રામ્યવિકાસ કરવાને બદલે વધારેને વધારે ઉદ્યોગ તરફી નીતિ અપનાવશે જેની સીધી અસર આમ પ્રજાનેજ થવાની છે.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની સંપ્રદ સ્થિતિ શું છે તેની આ છે ઝલક..
ગુજરાતના ખેડૂતને સમયસર અને પુરતી વીજળી મળતી નથી..
ગુજરાતના ખેડૂત ભયોને પાક ઉત્પાદનના સારા ભાવો નાથ મળતા..
ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત ખરાબ છે.
નર્મદા યોજનાનું કામ હજુ પણ ખોરંભે પડ્યું છે અને સરકાર તેના મળતીયાઓને સુઝલામ સુફલામ યોજના નીચે ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો પરવાનો આપી રહી છે.
ખેડૂતોને સિંચાયની કોઈ સવલત છેલ્લા ૧૦ વર્ષમાં મળી નથી...
છેલ્લા ૧૦ વર્ષમાં આખા ગુજરાતના એક પણ મોટા ડેમનું નિર્માણ આ સરકાર કરી સાકી નથી..
ખેડૂતોને વીજચોરીના નામેં દંડવામાં આવ રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પીવાના પાણીની રામાયણ રોજ સર્જાય છે.
ગ્રામ વિસ્તારમાં રોજગારીના નામે મીંડું છે એટલે લોકો ના છુટકે શહેરભણી દોટ મૂકી રહ્યા છે.
શિક્ષણનું ખાનગીકરણ કરીને આ સરકારે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા બંધ કરી દીધા છે.
ગુજરાતના આદિવાસીભાયોને આજદિન સુધી જમીનના હકો પ્રાપ્ત થયા નથી..
ગોધરાકાંડ બાદના રમખાણોને લીધે મુસ્લિમ સમાજ આજે પણ ગુજરાતમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે.
નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાને બદલે આ ઉદ્યોગો જલ્દી બંધ થાય તેવી સરકારની નીતિ હોવાને કારણે નાના ઉદ્યોગો ધીરે ધીરે બંધ થવા લાગ્યા છે.
ખેડૂતોની મરણમુડી જેવી જમીનને સરકાર પાણીના ભાવે માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે. મહુવાનું નીરમાં વિરોધી આંદોલન એનું તાજું ઉદાહરણ છે.
ડાર્ક ઝોનના નામે ગુજરાતના ૫૬ તાલુકાઓને ખેતી વિસયક વીજજોડાણ આ સરકાર છેલ્લા ૧ દાયકાથી આપતી નથી જયારે આજ વિસ્તારમાં ઉદ્યોગપતિઓને રાતોરાત વીજકનેકશન મળી જાય છે.
ગુજરાતના સહકારી ક્ષેત્રનું રાજકીય કિન્નાખોરી રાખીને પતન કરી નાખ્યું છે.
ગ્રામ્ય વિકાસ કે કૃષિ વિકાસ કરવાને બદલે આ સરકાર પડ્યા પર પાતું મારવા માંગતી હોય તેમ દર વર્ષે પ્રજાના પૈસે કૃષિ મહોત્સવોનું આ સરકાર નાટક કરે છે.
આજે ખેડૂતોને ૭-૧૨ અને ૮-અ ના ઉતારા મેળવવા માટે દિવસો સુધી રાજ જોવી પડે છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ને બીજા રાજ્યોમાં જઈને ગુજરાત ના ખેડૂતોની મશ્કરી કરવાની ટેવ પડી ગઈ હોય તેમ વારંવાર કહેતા ફરે છે કે ગુજરાતનો ખેડૂત મારૂતિમાં ફરે છે.. હકીકતમાં દેવાના ડુંગર નીચે દબાયેલો ગુજરાતનો ખેડૂત ઘર ચલાવવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરે છે તો પણ ચાર છેડા ભેગા નથી થતા..

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની આ પ્રકારની સ્થિતિ હોવા છતાં જો અન્ના હજારે એમ કહેતા હોય કે દેશના અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ગ્રામ્ય વિકાસ માટે ગુજરાતના મુખ્યપ્રધાનને અનુસરવા જોઈએ તો શું દેશને બરબાદ કરવ છે ?